મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારના લીમડી જીલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન તા.31 ઓક્ટોબર શુક્રવારના રોજ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાન આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન ને વેગવંતુ બનાવવા ધારાસભ્યએ આહવાન કર્યું હતુ.જેની માહિતી તા.31 ઓક્ટોબર શુક્રવારના રોજ સાંજે 7 કલાકે સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી