ડિંડોલીમાં શાળાએથી ઘરે જઈ રહેલા દસ વર્ષના બાળક પર કિશોરનો ચપ્પુ વડે હુમલો,ઠપકો આપવા ગયેલા પિતા પર પણ હુમલો,સીસીટીવી
Majura, Surat | Nov 18, 2025 15 નવેમ્બર ના રોજ ડીંડોલીના મોદી એસ્ટેટ વિભાગ એકમાં રહેતા પરિવારના દસ વર્ષના બાળક પર 15 વર્ષીય કિશોરે ચપ્પુ વડે હુમલો કર્યો હતો.જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી.સીસીટીવી જોવા ગયેલા બાળકના પિતા શરદ પાટીલ પર કિશોર દ્વારા પોતાના મામાની હાજરીમાં ચપ્પુ વડે ફરી જીવલેણ હુમલો કર્યો હતો.ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં મામલો ડીંડોલી પોલીસ મથકે પહોંચતા પોલીસે ગુન્હો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.