ભાવનગર જિલ્લાના તળાજા શહેરના દિન દયાલ નગર વિસ્તારમાં આજે એક દુર્ઘટનાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, દિન દયાલ નગર વિસ્તારમાં રહેતા અંકિત મહેન્દ્રભાઈ ચાહું નામના યુવાન પોતાના ઘરની અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તેઓ અગાસી પરથી નીચે પડી ગયા હતા.