સુરતના રુદરપુરા વિસ્તારમાં જગન્નાથ મહાદેવ મંદિર આવેલ છે.આ મંદિર નજીક આવેલ તોતિંગ વૃક્ષ પર કાગડો લટકી રહ્યો છે,તે અંગેનો કોલ સ્થાનિક વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા ફાયર વિભાગને કરવામાં આવ્યો હતો.કોલ મળતાંની સાથે ફાયર વિભાગના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને અડધો કલાકની જહેમત બાદ કાગડા નું સહીસલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.જે કાગડાને મુક્ત કરાવતા જીવ બચ્યો હતો.જ્યાં કાગડાએ ફરી આકાશમાં ઊંડાણ ભરતા ફાયરના જવાનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.