જૂનાગઢ: સહાય માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા શરૂ પરંતુ સર્વરડાઉન, 7/12 ની નકલો કઢાવવા માટે ખેડૂતોને મુશ્કેલી, SDM એ આપ્યું નિવેદન
ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ બનાવી દીધા છે. જુનાગઢ જિલ્લામાં પણ પાક નિષ્ફળ જતા ખેડૂતો પર આર્થિક સંકટનું વાદળ છવાઈ ગયું છે. સહાય પેકેજની જાહેરાત બાદ ગ્રામ પંચાયતોમાં ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા તો શરૂ થઈ છે, પરંતુ સર્વર ધીમું પડતા ખેડૂતો માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે. જરૂરી ૭/૧૨ના દસ્તાવેજ માટે પણ કલાકો સુધી લાઈન લગાવીને ઊભા રહેવું પડે છે. સમગ્ર મામલે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને નિવેદન આપ્યું છે.