ભુજ: ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સંસ્કૃત ભૂષણ પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ
Bhuj, Kutch | Nov 25, 2025 ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ દ્વારા ઓક્ટોબર 2025માં સંસ્કૃતની પરીક્ષામાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી દિવ્યપ્રસાદજી ભૂષણ પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ સ્થાને આવ્યા હોવાથી સંચાલક વિભાકરભાઈ એન. અંતાણીએ જણાવ્યું હતું. તેમને સંસ્કૃત ભૂષણની પદવી એનાયત કરાશે. મંદિર મહંતસ્વામી ધર્મનંદનદાસજી, ડો. સત્યપ્રસાદ દાસજી સ્વામી અને રત્નાકરભાઈ ધોળકિયાએ અભિનંદન પાઠવ્યા હતા.માહિતી સાંજે 7 કલાકે પ્રાપ્ત થયેલ છે.