ખેડા જિલ્લામાં ગામનો નિર્ધાર સહકારથી સાકાર અભિયાન ની અભૂતપૂર્વ સહકાર મળ્યો છે. જિલ્લા કલેકટર અમિત પ્રકાશન અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલની આગેવાની હેઠળ શરૂ થયેલ આ માનવતા આધારિત પોશન મોડેલ સમગ્ર જિલ્લામાં એક નવી સામાજિક જાગૃતિ ઊભી કરી રહ્યું છે આ અભિયાન અંતર્ગત પશુપાલકો પોતાના દૈનિક દૂધ સંગ્રહ માંથી 10 30 50 mi કે વધુ દૂધ આશીર્વાદ પાત્રમાં દાન આપે છે અને આ દાનમાં મળેલું દૂધ સીધું જ આંગણવાડીના કુપોષિત બાળકો સુધી પહોંચાડવામાં આવે છે.