ભારતની સનાતન ચેતનાનું પ્રગતિકરણ માનવામાં આવતા સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ પ્રસંગે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે આ પર્વના ભાગરૂપે કેશોદ શહેરના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે તારીખ 8 થી લઈ 10 તારીખ સુધી આ ત્રણ દિવસથી અખંડ ઓમકાર ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં કેશોદ ધારાસભ્ય દેવા માલમ સહિતના આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.