બાવળા: બાવળા તાલુકાના શિયાળ ગામમાં જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવની ઉજવણી કરાઈ
આજરોજ તા. 13/11/2025, ગુરૂવારે બપોરે 12 વાગે બાવળા તાલુકાના શિયાળ ગામમાં જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવનું આયોજન આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલ, વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા સહિતના મહાનુભાવો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.