કપરાડા: જોગવેલ ત્રણ રસ્તા પાસે ટ્રક પલટી મારી ગઈ, ચાલકનો ચમત્કારિક બચાવ થયો
ગતરોજ તારીખ 6 નવેમ્બર 2025 ના મોડી સાંજે અંદાજે છ વાગ્યાના આસપાસ નેશનલ હાઇવે નંબર 848 ઉપર નાસિક મહારાષ્ટ્ર તરફથી આવતી ટ્રક જોગવેલ ત્રણ રસ્તા પાસે પલટી મારી ગઈ હતી, જો કે આ અકસ્માત ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જ્યો હતો, જે ઘટનામાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.