થોડા દિવસો પહેલા રાજ્ય સરકાર દ્વારા ટીઆરબી જવાનના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે.પોલીસની સાથે ટ્રાફિક શાખામાં કામ કરતા ટ્રાફિક બ્રિગેડરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે જુના પગાર મુજબ તેઓને એક દિવસના રૂપિયા 300 નું વેતન મળતું હતું હવે તેમાં 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ટ્રાફિક બ્રિગેડાના પગારમાં વધારો થતા ટ્રાફિક બ્રિગેડ જવાનોના પરિવારોમાં પણ ખુશી માહોલ છે.