જૂનાગઢ: પોલીસમાં ન હોવા છતાં કારમાં પોલીસનું બોર્ડ લગાવી જાહેરમાં પોલીસ હોવાનો રોફ જમાવતા ઈસમ સામે કાર્યવાહી કરતી જુનાગઢ પોલીસ
જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બિલખા રોડ તરફથી એક ફોરવીલ કાર આવેલ જેમાં પોલીસ લખેલ બોર્ડ જોવા મળતા કાર રોકી ચાલક દેવનભાઈ વાઘેલાની પોલીસ લખેલ બોર્ડ લગાવવા બાબતે પૂછપરછ કરતા અને પોતે પોલીસમાં હોય તો આધાર પુરાવા રજૂ કરવાનું જણાવતા પોતે પોલીસમાં નહીં હોવાનું જણાવેલ અને પોતે કોઈ રાજ્ય સેવક પોલીસનો હોદ્દોનો ધરાવતા ન હોવા છતાં પોતે પોલીસ હોવાનો ખોટો દેખાડો કરતા હોય જેને લઇ ઈસમને પકડી ધોરણસર ની કાર્યવાહી કરાઈ છે.