મહુવા: અંબિકા તાલુકાના વલવાડા ગામની સીમમાં ગંભીર અકસ્માત ચારને ઇજા...
Mahuva, Surat | Nov 9, 2025 મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર અંબિકા તાલુકાના વલવાડા ગામની સીમમાં નવા ફળિયા નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.બે મોટર સાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક મોપેડ ગાડી નો સમાવેશ થાય છે અકસ્માત અંગેની પ્રાથમિક જાણકારી મુજબ આ અકસ્માત ઓવરટેક કરવા જતાં બન્ને વાહનો સામ સામે જબરજસ્ત ટક્કર સર્જાયો હોવાનું જાણવા મળે છે અકસ્માતમાં બન્ને વાહન સવાર મળી કુલ ચારને ગંભીર ઇજાઓ થવા પામી છે જેમાં બે ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.