ગઈકાલે સાંજે 6 વાગે સૂત્રો થી મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા તાલુકાના પરોયા ગામ ની નવી ફળીમાં આવેલા એક ખેતરમાં પાણીના બોર નજીક એક બાળક રમતા રમતા અચાનક જ વીજ વાયરના સંપર્કમાં આવી જતા વીજ કરંટ લાગ્યો હતો. ત્યારે તાત્કાલિક બાળકને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે ચાર વર્ષીય બાળક નું વીજ કરંટ લાગતા મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.