પાદરા તાલુકાના સરસવણી ગામે પ્રાણી જીવ રક્ષક સંસ્થાની ટીમે ફરી એક મગરનું રેસ્ક્યુ કર્યું છે. વધુ એક મગર તળાવ પાસે આવેલા રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યો હતો, જેને કારણે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું. પ્રાણી જીવ રક્ષક સંસ્થાની ટીમે મગરને સલામત રીતે પકડી, રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપી દીધું. આ પગલાંથી ગામના રહેવાસીઓ માટે સલામતીની ખાતરી મળી છે.