દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક દાહોદ જિલ્લાનાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટરએ અમલીકરણ અધિકારીઓને નાગરિકોનાં પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઝડપથી ઉકેલ લાવવા જણાવ્યું હતું.