માંડવી: ભોજાય ગામના દુષ્કર્માના આરોપીને દસ વર્ષની સજા કોટે ફટકારી
Mandvi, Kutch | Nov 21, 2025 19 માસ પૂર્વે માંડવી તાલુકાની માનસિક રીતે બીમાર યુવતી સાથે દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપી એવા ભોજાયના દામજી ઉર્ફે વલ્લભજી લધુ મહેશ્વરીને સ્પે. પોકસો કોર્ટે દસ વર્ષની સખત કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. ગત તા.19/2/2024ના ભોગગ્રસ્ત યુવતીના ભાઈએ ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં ફરિયાદ પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ ડી. જે. ઠક્કર હાજર રહી દલીલ કરી હતી. માહિતી બપોરે 1 કલાકે પ્રાપ્ત થયેલ છે.