બાવળા: બાવળા રૂટની AMTS બસો સમયસર દોડાવવા NSUI ની માંગણી
તા. 18/11/2025, મંગળવારે બપોરે 1.30 વાગે ગુજરાત પ્રદેશ NSUI ના પ્રદેશ સચિવ નરેશ વાણીયાએ AMTS અમદાવાદના મુખ્ય અધિકારીને એક પત્ર પાઠવી બાવળા રૂટની બસો સમયસર ના આવતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને હાલાકી પડતી હોવાની રજૂઆત કરી હતી. આ સમસ્યા હલ કરવા નરેશ વાણીયાએ માંગણી કરી છે.