વડાલી તાલુકામાં કડકડતી ઠંડી વચ્ચે બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે.વડાલી તાલુકામાં કુલ 613 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે. આગામી સમયમાં વાવેતર વિસ્તારમાં વધારો થવાની સંભાવના છે.ખેડૂતોના મતે, બટાકા વાવેતર પછી ઠંડીની તીવ્રતામાં થયેલો વધારો પાક માટે ફાયદાકારક સાબિત થશે. શરૂઆતમાં ઠંડી ધીમી હોવાથી બટાકાના પાકમાં રોગ આવવાની દહેશત હતી, પરંતુ હવે કડકડતી ઠંડી પડતા ખેડૂતોની ચિંતા દૂર થઈ છે.આ માહિતી ગઈકાલે સાંજના 5 વાગે વિસ્તરણ અધિકારી પાસેથી મેળવી હતી.