ગણદેવી: ગણદેવીનાં વાઘરેચની બુનિયાદી મિશ્રશાળાનું ‘Bio-Breaker’ મોડેલ જિલ્લામાં પ્રથમ, સતત બીજા વર્ષે ઝોન કક્ષાએ પ્રતિનિધિત્વ
નવસારી જિલ્લામાં અસ્પી કન્યા વિદ્યાલય, આંતલિયા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ગણદેવી તાલુકાની વાઘરેચ બુનિયાદી મિશ્રશાળાના તક્ષ પટેલ અને દ્વિતિ આહીરીએ ‘Bio-Breaker: Plastic Eating Bacteria’ વિષય પર રજૂ કરેલી કૃતિ પ્રથમ ક્રમે રહી હતી. ગણિત-વિજ્ઞાનની શિક્ષિકા માનસી ટંડેલના માર્ગદર્શન હેઠળ રજૂ કરાયેલા આ નવીન મોડેલનો હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણનો ઝડપી અને અસરકારક ઉકેલ રજૂ કરવાનો છે.