દેહ વેપાર કેસમાં ત્રણ માસથી ફરાર મુખ્ય સંચાલકની ઉગત કેનાલ રોડથી ધરપકડ કરતી ક્રાઈમ બ્રાન્ચે
Majura, Surat | Nov 24, 2025 દેહ વેપારના ધંધામાં ફરાર મુખ્ય સંચાલકની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.31 ઓગસ્ટે AHTU દ્વારા ભાગલ બરહાનપુરી વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં છાપો મારી દેહ વેપારના ધંધાનો પર્દાફાશ કરાયો હતો.જ્યાંથી અજય શર્મા અને આમિરખાન ની ધરપકડ કરી 1800 કોન્ડોમ સહિત 19 હજારથી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે મુખ્ય સંચાલક અમિત ઉર્ફે વિક્કી વિશ્વાસ શા ને વોન્ટેડ જાહેર કર્યો હતો.જે આરોપી ઉગત કેનાલ રોડ પરથી પસાર થવાનો હોય ઝડપી પાડ્યો હતો.