શહેરના sog ના એક પીઆઇ સહિત બે psi ને ગાંધીનગર સ્થિત પોલીસ વડા દ્વારા DGP કમાન્ડેશન ડિસ્ક - 2024 ના એવોર્ડ થી સન્માનિત
Majura, Surat | Nov 25, 2025 ગાંધીનગર ખાતે યોજાયેલા ડીજીપી કમાંડેશન ડિસ્ક 2024 અંતર્ગત એવોર્ડ સમારોહમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સુરત શહેર એસઓજીમાં ફરજ બજાવતા પીઆઇ અતુલ સોનારા, પીએસઆઇ ડીએમ વાઘેલા, અને પીએસઆઇ આર એમ સોલંકીને ડીજીપી કમાંડેશન ડિસ્ક 2024 ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ત્રણેય અધિકારીઓએ સુરત શહેર પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. જેની નોંધ ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવી હતી. જે અન્વયે ત્રણે પોલીસ અધિકારીઓને સન્માનિત કરાયા હતા.