વઘઇ: આહવામામલતદારની સરકારી જીપ રજાના દિવસે 80 કિ.મી. દૂર મહારાષ્ટ્રના વણી પહોંચતા विवाह
ડાંગ જિલ્લાના આહવા મામલતદારની સરકારી જીપ રવિવારની રજાના દિવસે મહારાષ્ટ્રના વણી પહોંચતા વિવાદ સર્જાયો હતો. ડાંગ જિલ્લા કલેકટરના તાબા હેઠળ આવતી આહવા તાલુકા મામલતદાર કચેરીની સરકારી જીપ (નં. GJ-30-G-4777) રવિવારની રજાના દિવસે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા વણીના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તશૃંગીગઢ પહોંચી જતાં અનેક સવાલો ઊભા થયા છે.