કાલોલ: વેજલપુર સ્થિત APMCના સ્થાનિક વેપારીના ગોડાઉનમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો
આજરોજ બપોરે બાર વાગ્યે મળતી માહિતી પ્રમાણે કાલોલ તાલુકાના વેજલપુર સ્થિત એપીએમસીના ગોડાઉનમાંથી શુક્રવારે શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો હોવાની માહિતીને આધારે કાલોલ પુરવઠા મામલતદારે સ્થળ તપાસ કરીને શંકાસ્પદ હાલતમાં ૨૪ કટ્ટા ચોખા અને ૬ કટ્ટા ઘઉંના મળીને કુલ ૩૦ અનાજના જથ્થા અંગે સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે.