વડાલી: ગામડી ગામ પાસેની વીજ ડી.પી. પરના વેલા દૂર કરવા લોક માંગ ઊઠી.
વડાલી તાલુકા ના ગામડી ગામ પાસે ની વીજ ડી.પી. આસપાસ અને વિજપોલ પર વેલા નું સામ્રાજ્ય જોવા મળ્યું.આ મેઈન લાઈન અને વીજ ડી.પી.પરના લીલા વેલા અને જાળી જાખરા દૂર થાય તેવી લોક માંગ.આ લીલા વેલા ને લઈ કોઈ અકસ્માત કે ફોલ્ટ થાય તેના કરતાં વડાલી UGVCL દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ અથવા ટ્રી.કટીંગ કરવા માં આવે તે જરૂરી આ બાબતે ગામના જાગૃત નાગરિકે આજે 2 વાગે માહિતી આપી હતી.