અડાજણ: સુરતના ઉમરા - વેલંજામાં પતરાંના શેડમાં બનાવેલાં ગોડાઉન-દુકાનમાં ભીષણ આગ; આજુબાજુની દુકાનો પણ ઝપેટમાં
Adajan, Surat | Nov 20, 2025 સુરતના ઉમરા-વેલંજા રોડ પર રંગોલી ચોકડી પાસે આવેલા પતરાના શેડના ગોડાઉન અને દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ ધારણ કરતા આસપાસમાં રહેલી ટાયર સહિતની અન્ય ત્રણ દુકાનોને ઝપેટમાં લીધી હતી. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ધુમાડાના ગોટા ત્રણ કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યા હતા.