હાલોલ વડોદરા ટોલ રોડ પર ખંડીવાડા ગામ પાસેની નર્મદા મુખ્ય કેનાલમાં વડોદરાની ખાનગી સ્કૂલના બે પરપ્રાંતિય શિક્ષકો ગઇ રાત્રે ડૂબી ગયા બાદ લાપત્તા થઇ ગયા છે. ચાર શિક્ષકો પાવાગઢ દર્શન કરીને પરત ફરતી વખતે આ દુર્ઘટના સર્જાઇ હતી. બીજા દિવસે પણ બંનેની શોધખોળ કરવા છતાં પત્તો મળ્યો નથી.