કામરેજ: દાદા ભગવાન કોમ્પલેક્ષમાં ફ્લેટમાંથી થયેલી ₹74,800/- ની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયો
Kamrej, Surat | Nov 22, 2025 સુરત ગ્રામ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તેમજ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક, સુરત ગ્રામ્ય દ્વારા આપવામાં આવેલી સૂચનાના આધારે કામરેજ પોલીસે સઘન કામગીરી હાથ ધરી હતી. આ પ્રયાસોના ફળ સ્વરૂપે કામરેજ પોલીસે તેમના વિસ્તારમાં થયેલી ચોરીનો ગુનો ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે.