પેટલાદ: દેવકુવા વિસ્તારના કબ્રસ્તાનોમાં પાણી ભરાયા,કબરો ડૂબી,નગરપાલિકા તંત્રની બેદરકારી
Petlad, Anand | Mar 27, 2026 પેટલાદ શહેરના દેવકુવા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં તળાવના પાણી ભરાઈ ગયા છે. નગરપાલિકા તંત્ર દ્વારા કાંસની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઇને પાણીનો નિકાલ બંધ થતા તળાવના પાણી કબ્રસ્તાનમાં ભરાઈ ગયા છે અને કબરો બેસી ગઈ છે. નગરપાલિકા તંત્રના વાકે કબ્રસ્તાનમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી રહે છે. ત્યારે વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ છે.