જેસર તાલુકાના શાંતિનગર ગામે મુખ્ય રોડની હાલત છેલ્લા લાંબા સમયથી બગડેલી છે. રોડ પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે તેમજ મટીયલ ઉખડી જતાં વાહનચાલન ભારે મુશ્કેલ બન્યું છે. રોડની જર્જરિત સ્થિતિને કારણે દૈનિક આવનજાવન કરતા ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે અકસ્માતનો ભય વધ્યો છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં છતાં હજી સુધી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી,