જૂનાગઢ: સક્કરબાગ ઝૂમાં સિહો માટે એન્ગ્રીસમેન્ટ પ્રોગ્રામ શરૂ, સિંહોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા શરૂ કરાય પહેલ
જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશિયાટિક સિંહોના સંવર્ધન માટે વિશ્વભરમાં જાણીતું છે, ત્યાં સિંહોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે એક નવી અને અનોખી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે! જે રીતે માણસ પોતાના શરીરને ફીટ રાખવા માટે કસરત કરે છે, તે જ રીતે ઝૂના સિંહો પણ પાંજરામાં આળસુ ન બને અને જંગલની જેમ સક્રિય રહે તે માટે એક ખાસ 'ઈનરિચમેન્ટ' પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ નવીન પ્રયોગોથી સિંહોમાં નોંધનીય અને સકારાત્મક સુધારો જોવા મળ્યો છે.