દસાડા: પાટડી ટાઉન વિસ્તારના શક્તિનગર એરિયામાં પોલીસ દ્વારા રેઇડ જેમાં ૨૦૦ આથો અને ૧૧૯ લીટર આથો રૂ.૩૨,૮૦૦ નો ઝડપ્યો
પાટડી ટાઉન પોલીસે સોમવારે સાંજે શક્તિનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પાટડી પીલીસની ટીમે ઘર પાછળ બાવળની કાંટમાં ૨૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો તથા ઘરના બાથરૂમમાં ૧૭ પ્લાસ્ટિક ફુગ્ગામાં કુલ ૧૧૯ લીટર તૈયાર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. મળી આવેલ મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૩૨,૮૦૦ છે. રેઇડ વખતે આરોપી મહિલા ઘરે હાજર ન હોવાથી પાટડી પોલીસ મથકે ગુનો નોંધાયો છે.