પારડી: પોલીસે ચાર રસ્તા બ્રિજ પાસેથી એક ટેમ્પામાં ચેસીસના ભાગે ચોરખાના બનાવી લઈ જવાતો 43,200 ના દારૂ સાથે 2ને ઝડપી પાડ્યા
Pardi, Valsad | Nov 20, 2025 ગુરૂવારના 2 50 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ પારડી પોલીસે ચાર રસ્તા બ્રિજ પાસેથી એક ટેમ્પામાં ચેસિસના ભાગે ચોર ખાના બનાવી 43,200 નો લઈ જવા તો દારૂ સાથે 2ને ઝડપી પાડ્યા હતા. દારૂ અને ટેમ્પો મળી કુલ 3 લાખ 43,200 નો મુદ્દામાલ કબજે લઈ પ્રોહીબીશન અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.