અડાજણ: સુરતના સુરભી ડેરીમાં નકલીફ પનીર મળ્યા બાદ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું,41 સંસ્થાઓનું ચેકિંગ, 787 કિલો જથ્થો જપ્ત
Adajan, Surat | Nov 17, 2025 સુરત શહેરમાં મોટા જથ્થામાં નકલી પનીર વેચાતું હોવાના ઘટસ્ફોટ બાદ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. છેલ્લા છ દિવસથી આરોગ્ય વિભાગે દિવસ-રાત ઝુંબેશ રૂપે શહેરની વિવિધ સંસ્થાઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે.શહેરની પ્રખ્યાત અડાજણ વિસ્તારની સુરભી ડેરીમાંથી નકલી પનીરના વેચાણનો વેપલો ચાલતો હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મનપાના આરોગ્ય ફૂડ વિભાગે અન્ય સંસ્થાઓ પર પણ તવાઈ ઉતારી છે.41 સંસ્થાઓનું ચેકિંગ, 787 કિલો સંદિગ્ધ જથ્થો જપ્ત કરાયો છે.