સાયલા જિલ્લામાં દેશી અને વિદેશી દારૂને ખેપ મારવાની સાથે મોટાપાયે દારૂનું કટીંગ કરતા બુટલેગરોની સંખ્યા વધતી જાય છે. ત્યારે લીસ્ટેડ બુટલેગરો સામે ગાળીયો કસવા માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પ્રયાસ હાથ હાથ ધર્યા છે. દરેક પોલીસ સ્ટેશન વાઇઝ લીસ્ટેડ બુટલેગરોની યાદી તૈયાર કરાઈ છે. આ વર્ષે કુલ 633 બુટલેગરો નોંધાયા છે. જે ગત વર્ષે 623 હતા.આમ આ અહિયા મહત્વની બાબત એ છે કે, જિલ્લામા કુલ 633 ગામડાં છે. જેની સંખ્યા બરાબર લીસ્ટેટ બુટલેગરો આ વર્ષે નોંધાયા છે