શહેરમાં SIR ની પ્રક્રિયાને લઈ મતદારોમાં ઉત્સાહ,BLO ને લોકો તરફથી પૂરતો સહયોગ
Majura, Surat | Nov 23, 2025 SIRની કામગીરીને લઇ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો.BLO દ્વારા આપવામાં આવેલા ફોર્મ મતદારો સુધી પહોંચાડી રહ્યા છે.લોકો પણ કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે.ઘણા લોકો ભણેલા ગણેલા ન હોવાથી ફોર્મ ભરી શકતા નથી.આ લોકોના ફોર્મ BLO દ્વારા અન્ય નાગરિકોની મદદથી ભરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના ફોર્મમાં ભૂલ હોય તો તેમની ભૂલ બુથ પર પરત સુધારવામાં આવે છે અને ફોર્મ કલેક્ટ કરવામાં આવે છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈ લોકોમાં પણ હવે જાગૃતતા જોવા મળી રહી છે.