સુરત: ઉત્તરાયણ પર્વ પૂર્વે જ શહેરમાં જીવલેણ પતંગની દોરીનો આતંક શરૂ થઈ ગયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાઈનીઝ દોરીના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં એક આશાસ્પદ યુવક લોહીલુહાણ થયો છે.પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટીમાં રહેતો અક્ષય પાટીલ નામનો યુવક પોતાની માતાને બાઈક પર બેસાડી નોકરીએ મૂકવા જઈ રહ્યો હતો. આ દરમિયાન પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસેથી પસાર થતી વખતે અચાનક આકાશમાંથી ઉતરી આવેલી ઘાતક દોરી તેના મોઢાના ભાગે આવી ગઈ હતી.