૭૭માં પ્રજા સત્તાક દિવસની ઉજવણીના પાવન અવસરને ધ્યાનમાં રાખી માંડવી નગરપાલિકા કચેરીને આકર્ષક રોશનીથી શણગારવામાં આવી હતી. સમગ્ર નગરપાલિકા પરિસર તિરંગા રંગોની ઝળહળતી લાઈટોથી સુશોભિત બન્યું હતું. માંડવી નગરપાલિકા દ્વારા પ્રજા સત્તાક દિવસની ઉજવણી પ્રસંગે પાલિકા પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપશે. માહિતી સાંજે 7:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.