વડાલી: તાલુકાના જીવા દોરી સમાન ધરોઈ ડેમમાં સો ટકા પાણી સ્ટોરેજ થયું.
વડાલી તાલુકા ના જીવાદોરી સમાન ધરોઈ ડેમ માં વરસાદી પાણી આવક નોંધતા આજે 11 વાગે ધરોઈ ડેમ માં 100 ટકા પાણી સ્ટોરેજ થયું.ધરોઈ ડેમ માં 3450 ક્યુસેક પાણી ની આવક સામે 3450 ક્યુસેક પાણી જાવક પણ છે.ધરોઈ ડેમ ની કુલ સપાટી 622 ફૂટ છે.આ માહિતી આજે 11 વાગે ધરોઈ ડેમ ઓથોરિટી દ્વારા મેળવી હતી.