જૂનાગઢ: આશાવર્કર તરીકે ફરજ બજાવતી બહેનોએ જિલ્લાની સાવજ ડેરી ખાતે શુભેરછા મુલાકાત લીધી
જુનાગઢ જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના પ્લાન્ટ સાવજ ડેરી ખાતે ગામડાઓમાં રહેતા લોકોના સ્વાસ્થ્યની તકેદારી રાખવામાં જેમની મહત્વની ભૂમિકા રહેતી હોય છે તેવી આશાવર્કર બહેનોએ શુભેરછા મુલાકાત લીધી હતી..આ તકે ડેરીના ચેરમેને સ્વાગત કરી તમામ આશાવર્કર બહેનોને આવકારી હતી.વધુમાં વિવિધ યોજનાઓ અંગે જાણકારી અપાઈ હતી અને પ્રોડક્શન થઈ રહેલ વિવિધ દૂધ પ્રોડક્ટ નિહાળી હતી.