ઉધના: સુરત શહેરમાં જમાઈની હત્યા કરનાર આરોપી સસરાની ધરપકડ, જમાઈ પોતાની પત્નીને હેરાન પરેશાન કરતો હતો
Udhna, Surat | Nov 23, 2025 સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ, નહેરુનગર ઝૂંપડપટ્ટી ખાતે એક સસરાએ પોતાના જ જમાઈની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પુત્રી સાથે અવારનવાર ઝઘડો કરવાના મામલે ગુસ્સે ભરાયેલા સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી જમાઈનું મોત નીપજાવ્યું હતું. આ ઘટનાને પગલે ચોકબજાર પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.