બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ 2026-27 માટે ચૂંટણી યોજાઈ,વલ્લભીપુર બાર એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વર્ષ 2026-27 માટે બિનહરીફ વરણી કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી.આ વરણીમાં એડવોકેટ મહેબૂબ ખાન પઠાણ પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. એડવોકેટ પઠાણની બિન હરીફ વરણી થતાં વકીલ એસોસિયશનના સભ્યોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી.