જૂનાગઢ: સંધિ મુસ્લિમ સમાજ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારો યોજાયો
શિક્ષણ એ સમાજની સૌથી મોટી મૂડી છે – આ વિચારને સાકાર કરતા સુન્ની સંધી મુસ્લિમ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ શહેર દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ–2026 ભાવનાત્મક અને ઉત્સાહભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.સમારોહમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર ગૌરવ અને આત્મવિશ્વાસની ઝળહળાટ જોવા મળી, જ્યારે વાલીઓની આંખોમાં સંતોષ અને આનંદ છલકાતો હતો.