વડાલી: પોલીસે રવિપુરા નજીકથી વિદેશી દારૂ સહિત 4,52,720 નો મુદ્દામાલ જપ્ત કર્યો.13 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો.
વડાલી પોલીસે એક સફેદ કલરની ઈકો કાર રાજસ્થાનથી દારૂ ભરીને ઈડર જઈ રહી હતી પોલીસે રવિપુરા નજીક વોચ ગોઠવી કારને રોકી તપાસ કરતા કારના વચ્ચે અને પાછળના ભાગે સીટની વચ્ચે સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ ૪૫૬ બોટલ-ટીન મળ્યા હતા.આ દારૂની કિંમત ૨,૫૨,૭૨૦ રૂપિયા હતી પોલીસે દારૂ અને બે લાખ ની ઈકો કાર પણ જપ્ત કરી હતી આમ ૪,૫૨,૭૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.13 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો.આ માહિતી ગઈ કાલે રાત્રે 8 વાગે મળી હતી.