માણાવદર તાલુકાના સરદારગઢ ગામની જાની એસ.ટી.ડી. વાળી ગલીમાં રહેતા કૌશિકભાઇ ચંદુભાઇ પરમાર પોતાની એક્ટિવા (નંબર GJ-11-CR-4031) લઈને દગડ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પેટ્રોલ પંપ પાસેના રોડ પર પહોંચતા, એક અજાણ્યા સ્વીફ્ટ કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી પાછળથી એક્ટિવાને સાઈડમાં ટક્કર મારી હતી.