કપરાડા: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ST બસ ઘૂસી, અંભેટીની વિધાર્થીની પણ ઇજાગ્રસ્ત
Kaprada, Valsad | Nov 18, 2025 વાપીથી ચાણસ્મા જઈ રહેલી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભી રહેલી ટ્રકની પાછળ ST બસ ઘૂસી જતા 19 લોકોને ઈજા પહોંચી હતી. જેમાં વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા 6 વિદ્યાર્થીમાંથી 3 વિદ્યાર્થી પણ ઈજાગ્રસ્ત થયા છે.