જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોક્સોનો આરોપી રાજકોટ મધ્યસ્થ જેલના પેરોલ જામીન પરથી ફરાર થયો હતો છેલ્લા સાત માસથી પેરોલ જમ્પ હતો જેને “ઓપરેશન કારાવાસ” અંતર્ગત જુનાગઢ પેરોલ કર્લો સ્કવોડની ટીમે અમરેલીના વાવડી ગામના વાડી વિસ્તારમાંથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.