કપડવંજ: નિરમાળીના મોટી જયા રોડ પર રૂ.1.20 કરોડના ખર્ચે મંજૂર થયેલ નવીન સ્લેબ ડ્રેઇનની કામગીરીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું
સરકારશ્રી ની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત જૂના જર્જરિત સ્ટ્રક્ચર ની જગ્યાએ નવીન સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી અંતર્ગત નિરમાલી આબવેલ મોટીઝેર રોડ ઉપર આબવેલ પાસે રૂ.120.00 લાખના ખર્ચે મંજૂર થયેલ નવીન સ્લેબ ડ્રેઇન ની કામગીરી નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જે.કે.પરમાર,તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ પટેલ,ધૂળસિંહ,ગણપતસિંહ,નિલેશભાઈ,સુનિલભાઈ,તાલુકા સદસ્ય ગોપલભાઇ, સરપંચ શ્રીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા.