કાલોલ: ખડકી સંકટ મોચન હનુમાનજીના મંદિરે મંત્રી કુંવરજી બાવળિયાએ દર્શન કરી ફરતા પત્થરના ચમત્કારનો પણ અનુભવ કર્યો
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામીણ વિકાસના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા શુક્રવારે તેમના બાય રોડ વડોદરાથી દાહોદ જતા સમયે કાલોલની ઉડતી મુલાકાત લીધી હતી. જ્યારે તેમના પ્રવાસમાં આગળ વધતા મંત્રીને કાલોલના માજી મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ બપોરે બે કલાકે કાલોલના ખડકી ટોલનાકા સ્થિત સંકટમોચન હનુમાનજીના મંદિરમાં દર્શન કર્યા હતા.