કાલોલ: ભક્તિનગર ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવીન રોડ બનાવતા નીચાણવાળા મકાનોમાં વરસાદી પાણી ભરાતા પ્રતિક્રિયા આપી
આજરોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે ત્રણ દિવસથી પડેલાં વરસાદને કારણે કાલોલના ભક્તિનગર ખાતે ડેરોલ સ્ટેશનથી પીંગળી સુધીનો નવીન રોડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવતા નીચાણવાળા મકાનોમાં પાણી ભરાઈ જતાં મકાન માલિકે આપવીતી જણાવી યોગ્ય નિરાકરણ લાવવા મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી.